વપરાશકર્તા કરાર

નિયમો અને શરતો

છેલ્લે અપડેટ કરેલ: ઓગસ્ટ ૨૨, ૨૦૨૬.

⚠️
ડિસ્ક્લેમર / ખાસ અગત્યની નોંધ: Poshan Hisab એ શાળાઓ અને મધ્યાહ્ન ભોજનના હિસાબો સરળ બનાવવા શિક્ષકો અને સંયોજકો માટે બનાવેલ એક ખાનગી સોફ્ટવેર ટૂલ છે. આ કોઈ સરકારી એપ્લિકેશન નથી, તેમજ કોઈ સરકારી વિભાગ સાથે સત્તાવાર રીતે સંકળાયેલ નથી.

૧. શરતોનો સ્વીકાર (Acceptance of Terms)

Poshan Hisab પોર્ટલ પર લોગિન અથવા રજીસ્ટ્રેશન કરવાથી તમે આ નિયમો અને શરતોથી બંધાવા માટે સંમત થાઓ છો. જો તમે કોઈપણ શરત સાથે અસંમત હોવ, તો કૃપા કરીને આ સેવાનો ઉપયોગ કરશો નહીં.

૨. સેવા વર્ણન (Service Description)

Poshan Hisab એ ગુજરાતના મધ્યાહ્ન ભોજન (PM Poshan) સંચાલકો માટે બનાવેલ એક સ્વતંત્ર ટૂલ છે, જે:

  • માસિક હિસાબ અને વાર્ષિક હિસાબની દૈનિક ગણતરીઓ સરળ બનાવે છે.
  • નિયમો મુજબ જરૂરી પત્રક-A અને પત્રક-B ના પીડીએફ (PDF) રીપોર્ટ સ્વયં જનરેટ કરે છે.
  • શાળાના કેન્દ્ર, બાળકોની સંખ્યા અને કૂક-હેલ્પરના મહેનતાણાની વિગતો મેનેજ કરે છે.

૩. એકાઉન્ટ અને સુરક્ષા (User Account Security)

વપરાશકર્તા તરીકે તમારા ખાતાની સુરક્ષા અને પાસવર્ડની ગુપ્તતા જાળવવાની જવાબદારી તમારી પોતાની રહેશે. તમારું એકાઉન્ટ અન્ય કોઈ વ્યક્તિ સાથે શેર કરશો નહીં.

૪. માહિતીની સચોટતા અને જવાબદારી (Accuracy Disclaimer)

સેન્ટર વિગતો, ઓપનિંગ બેલેન્સ, બાળકોની હાજરી અને અનાજના ભાવ જેવી જે પણ એન્ટ્રી તમે કરશો તે મુજબ સોફ્ટવેર ગણતરી કરશે. જો ખોટો ડેટા દાખલ કરાયો હશે તો ગણતરી ખોટી આવી શકે છે. કચેરીમાં સબમિટ કરતા પહેલા તમામ પત્રકો જાતે ચકાસી લેવાની સંપૂર્ણ જવાબદારી તમારી છે.

૫. પેકેજ ખરીદી અને ટોકન વ્યવસ્થા (Purchases & Tokens)

પોર્ટલની અમુક પ્રીમિયમ સુવિધાઓ અને પત્રક ડાઉનલોડ કરવા માટે હિસાબ ટોકન્સ ખરીદવા જરૂરી બને છે:

  • દરેક ખરીદીની કિંમતો ભારતીય રૂપિયા (INR) માં રહેશે.
  • ચુકવણી અધિકૃત પેમેન્ટ પ્રોસેસર્સ (Razorpay/PhonePe) દ્વારા જ થાય છે.
  • એકવાર સક્રિય થયેલ પ્લાન કે બાકી ક્રેડિટ અન્ય સંયોજકોને ટ્રાન્સફર કરી શકાશે નહીં.

૬. નો-રિફંડ પોલિસી (No Refund Policy)

અમારા પ્લેટફોર્મ પર કરાયેલી તમામ ખરીદીઓ અંતિમ છે. ચૂકવેલ નાણાં કોઈપણ સંજોગોમાં પરત (Refund) કરવામાં આવશે નહીં. વિગતો માટે અમારો રીફંડ નીતિ નો પેજ જુઓ.

૭. પ્રતિબંધિત ઉપયોગ (Prohibited Conduct)

તમે સોફ્ટવેર સાથે છેડછાડ, રિવર્સ એન્જીનિયરીંગ, કે ઓટોમેટેડ સ્ક્રિપ્ટ્સ (Bots) નો ઉપયોગ ડેટા મેળવવા કરી શકો નહીં. આવું કરવાથી તમારું એકાઉન્ટ કાયમી ધોરણે બ્લોક કરવામાં આવશે.

૮. મર્યાદિત જવાબદારી (Limitation of Liability)

Poshan Hisab અને તેના ડેવલપર્સ સિસ્ટમના વપરાશ અથવા સર્વર બંધ રહેવાના લીધે થતા કોઈપણ આડકતરા નુકસાન કે ડેટા ગુમ થવા માટે કાયદાકીય રીતે જવાબદાર રહેશે નહીં.

૯. નિયમો અને શરતો અંગે સંપર્ક

આ નિયમો અથવા વેબસાઈટ પોલિસી અંગે કોઈપણ પૂછપરછ માટે સંપર્ક કરો:

ઈમેલ સપોર્ટ

support@pmposhanhisab.com

ફોન નંબર સપોર્ટ

+91 8200731909