અમારા વિશે
મધ્યાહન ભોજન વ્યવસ્થાપનને ડિજિટલ બનાવી સંચાલકોના સમયની બચત કરવી એ અમારું લક્ષ્ય છે.
અમારો હેતુ અને સફર
પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના (MDM) હેઠળ સંચાલકો અને કન્વીનરોને દર મહિને દૈનિક હાજરી, વપરાયેલ અનાજનો હિસાબ અને રાંધણ ખર્ચના રીપોર્ટ બનાવવામાં કલાકોનો સમય વેડફાય છે. વિવિધ ગણતરીઓ ખૂબ જ કટીન અને નિયમોથી ભરેલી હોય છે.
આ સમસ્યાના નિરાકરણ માટે અમે **પોષણ હિસાબ** સોફ્ટવેર વિકસાવ્યું છે. આ એક સંપૂર્ણ સુરક્ષિત ઓનલાઇન હિસાબી ગણતરી કેન્દ્ર છે જે દૈનિક સ્ટોક વ્યવસ્થાપન, રાંધણ ખર્ચની ફાળવણી અને બેંકિંગ રીપોર્ટને ચપટીમાં ઓટોમેટીક જનરેટ કરી દે છે, જેથી સંચાલકો પોતાનું સંપૂર્ણ ધ્યાન શિક્ષણ પર કેન્દ્રિત કરી શકે.
શા માટે અમને પસંદ કરશો?
૧૦૦% સચોટ ગણતરીઓ: નિયમો અને વજન માપદંડો મુજબ ઓટો ગણતરી.
બહુભાષી પ્લેટફોર્મ: ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપયોગ કરવાની સરળતા.
સરળ પીડીએફ પ્રિન્ટ: ફોર્મેટ કરેલ સુચિ પત્રકો અને બેંક વાઉચરો સીધા પ્રિન્ટ કરો.
અસ્વીકરણ (Disclaimer)
PM POSHAN - MDM Hisab એ MDM સંચાલકોને ગણતરી અને દસ્તાવેજ તૈયાર કરવામાં મદદ કરવા માટે વિકસાવેલી એક સ્વતંત્ર ઉપયોગી એપ્લિકેશન છે. આ એપ્લિકેશન કોઈપણ સરકારી સંસ્થા સાથે સંલગ્ન નથી, અધિકૃત નથી, સમર્થિત નથી, અથવા સત્તાવાર રીતે જોડાયેલી નથી. આ એપ્લિકેશન કોઈપણ સરકારી સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતી નથી અને કોઈપણ સત્તાવાર સરકારી સેવા પ્રદાન કરતી નથી.