બિલિંગ અને નિયમો

રિફંડ અને કેન્સલેશન પોલીસી

છેલ્લે અપડેટ કરેલ: ઓગસ્ટ ૨૨, ૨૦૨૬.

⚠️
મહત્વની સૂચના: Poshan Hisab પ્લેટફોર્મ પર કરાયેલી તમામ ખરીદીઓ અંતિમ છે. ડિજિટલ સેવાની પ્રકૃતિના લીધે કોઈપણ સંજોગોમાં રિફંડ મળવાપાત્ર નથી.

૧. કડક નો-રિફંડ પોલીસી (Strict No Refund)

Poshan Hisab પર શાળાના લાયસન્સ કોટા અથવા પેકેજ માટે ચૂકવેલ રકમ સંપૂર્ણપણે બિન-રિફંડપાત્ર (Non-refundable) છે. એકવાર સફળ ટ્રાન્ઝેક્શન દ્વારા ખાતામાં કોટા ક્રેડિટ થઈ ગયા પછી તે ક્યારેય પરત કરી શકાશે નહીં.

૨. રિફંડ ન મળવાના સંજોગો (Exclusions)

નીચે દર્શાવેલ કોઈપણ સંજોગોમાં નાણાં પરત મેળવવાની તમારી વિનંતી સ્વીકારવામાં આવશે નહીં:

  • ખરીદી પૂર્ણ કર્યા પછી તમારો વિચાર બદલાઈ જાય.
  • સોફ્ટવેરની સુવિધાઓ ખરીદી પહેલાં પૂરતી ચકાસી કે સમજી ન હોય.
  • ભૂલથી ખોટું પેકેજ અથવા ડબલ પેકેજ સક્રિય થઈ ગયું હોય.
  • સંચાલકની બદલી થઈ ગઈ હોય અથવા ભવિષ્યમાં શાળાનો પત્રક હિસાબ તૈયાર ન કરવાનો હોય.
  • તમે ઉપયોગ ઓછો કર્યો હોય કે બાકી ટોકન્સ વપરાયા વગરના પડ્યા હોય.
  • તમારા ઉપકરણ (મોબાઈલ/લેપટોપ) નો ઉપયોગ કરી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ચૂકવણી કરવામાં આવી હોય.

૩. ખરીદી કરતા પહેલા લેવાના પગલાં

અમે દરેક સંયોજક અને શિક્ષકને ખરીદી કરતા પહેલા નીચે મુજબની પ્રક્રિયા કરવા વિનંતી કરીએ છીએ:

  • રજીસ્ટ્રેશન પછી મળતા ૧ મફત ટ્રાયલ હિસાબ (૧ Free Token) નો ઉપયોગ કરો.
  • રિપોર્ટ્સની સચોટતા અને પત્રકો ડાઉનલોડ પ્રક્રિયા પૂરતી રીતે ચકાસો.
  • કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો ખરીદી કરતા પહેલા અમારી હેલ્પલાઇન પર સંપર્ક કરો.

૪. રિફંડને બદલે ટેકનિકલ સપોર્ટ

જો ચૂકવણી પછી પણ તમારા એકાઉન્ટમાં બેલેન્સ ક્રેડિટ ન થયું હોય, અથવા કોઈપણ સર્વર ભૂલ આવી હોય, તો ચિંતા કરશો નહીં. તમે સીધો અમારો સંપર્ક કરી શકો છો. અમે ૪૮ કલાકની અંદર કોઈપણ ટેકનિકલ સમસ્યા હલ કરી આપીશું, પરંતુ ચૂકવેલ રકમ રિફંડ કરી શકાશે નહીં.

૫. ચુકવણી અને બિલિંગ સંપર્ક

બિલિંગ, પેમેન્ટ નિષ્ફળતા અથવા અન્ય મૂંઝવણ માટે અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરો:

ઈમેલ સપોર્ટ

support@pmposhanhisab.com

ફોન / વોટ્સએપ હેલ્પલાઇન

+91 8200731909